ભાજપના કનેક્ટ

 

પ્રારંભનો સંબંધઃ ભાજપ અને આરએસએસ

ભારતીય જનતા પાર્ટી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના નેજા હેઠળ ચાલતા “સંઘ પરિવાર” નામના સંગઠનના મહત્વપૂર્ણ સભ્ય તરીકે છે. આરએસએસની જેમ, ભાજપે ભારતની એક અતરંગ ઓળખ અને સામાજિક શક્તિ, વ્યક્તિગત છબી, સાંસ્કૃતિક અનન્યતા એટલે કે એકતા અને એકીકૃતતા સાથે સંબંધ બાંધ્યો છે અને આ બાબતો જ હજારો વર્ષથી આ શ્રેષ્ઠ દેશ તેમજ તેના લોકોની શ્રેષ્ઠતાના પ્રતિક છે.

ઈતિહાસ આ દેશની ફિલસુફી છે. અને સંઘ પરિવાર ભારતના ઈતિહાસ અંગે ખૂબ જ સ્પષ્ટ અને સ્પષ્ટ પરિકલ્પના ધરાવે છે. અહીં એવી ઉત્તમ માનવ સંસ્કૃતિ વસેલી હતી જેની છાપ શ્રીલંકાથી તિબેટ, દક્ષિણ-પૂર્વ એશિયાથી મધ્ય એશિયા અને હિન્દ મહાસાગરના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરેલી છે. તેમણે ગ્રીકથી માંડીને હુન્સ, શકથી માંડીને તૂર્ક અને અફઘાનના ઈસ્લામિક સૈન્યોના અનેક આક્રમણોના તોફાનોનો સામનો કર્યો છે. તેમણે હંમેશા લડત આપી છે અને બાહ્ય દમનોને અવરોધ્યા છે અને તેની મૂળ વસ્તી તેમજ સંસ્કૃતિને ખતમ કરવાના પ્રયાસોના મહાપડકારો સામે ટકી શક્યા છે.

 

વિજયનગરની કિર્તી અને મહારાણા પ્રતાપ, શિવાજી અને ગુરુ ગોવિંદસિંહની શૌર્યગાથાઓ ભારતીય જુસ્સાના પુરાવા છે.

ત્યારપછીના સમયમાં રાષ્ટ્રવાદની આ મશાલ અને ભારતીય તરીકેની ઓળખ સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદે આગળ વધારી. અને વર્તમાન સદીમાં આ ઉત્તમ કાર્ય શ્રી ઓરોબિંદો, લોકમાન્ય તીળક, મહાત્મા ગાંધી અને અન્યોએ જાળવી રાખ્યું. ડો. કે.બી.હેડગેવરે 1925માં આરએસએસની સ્થાપના કરી અને 1940 પછી શ્રી ગુરુજી એમ.એસ. ગોળવલકરે તેને સંગઠિત કર્યો, જેણે આજે આ ઐતિહાસિક પરંપરાના વારસાને આગળ વધાર્યો છે. તે “જસ્ટિસ ફોર ઓલ એન્ડ અપીઝમેન્ટ ઓફ નન” એટલે કે “દરેકને ન્યાય, કોઈના માટે પક્ષપાત નહીં”ના સિદ્ધાંતમાં માને છે. ભારત દેશ અને ભારતીય સમાજ માટે હિન્દુ તરીકેની ઓળખ અને સંસ્કૃતિ મુખ્ય આધાર છે તે બાબતમાં કોઈજ શંકા નથી. આ ઓળખ અને આ સંસ્કૃતિ દરેક ભારતીયોને પ્રસ્તૂત કરે છે, પછી ભલે કોઈપણ ધર્મ કે સાંપ્રદાયિક આસ્થા હોય. આરએસએસમાં, કોઈપણ ધાર્મિકતામાંથી આવતા લોકોની ઈશ્વરને અર્ચના કરવાના કોઈપણ માધ્યમ કે સ્થળને ધ્યાનમાં રાખ્યા વગર દરેક ભારતીયને સમાન રીતે જોવામાં આવે છે.

Year Name
1951 - 1952 Dr. S.P. Mookerjee
1954 Pt. Mauli Chandra Sharma
1955 Pt. Prem Nath Dongra
1956 - 1958 Acharya D.P. Ghosh
1960 Shri Pitamber Das
1961 Shri A. Rama Rao
Year Name
1962 - 1963 Acharya D.P. Ghosh
1965 Shri Bachhraj Vyas
1966 Shri Balraj Madhok
1967 Pt. Deen Dayal Upadhyaya
1969 - 1971 Shri Atal Bihari Vajpayee
1973 Shri Lal Krishna Advani

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની યાદી

Shri Atal Bihari Vajpayee

Dr. Murli Manohar Joshi

Shri Lal Krishna Advani

Late Shri Kushabhau Thakre

Shri Bangaru Laxman

Late Shri K. Jana Krishnamurthy

Shri M. Venkaiah Naidu

Shri Lal Krishna Advani

Shri Rajnath Singh

Shri Nitin Gadkari

Shri Rajnath Singh

 

Shri Amit Shah