અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો

Published: August 03 2019
અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક ધ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં “ સંવેદના વન ” નિર્માણના કાર્યક્રમનું આયોજન સહકાર વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યુવક બોર્ડના તાલુકા સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
“ સંવેદના વન ” નિર્માણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, જનજાગૃત્તિ, જન સહકાર અને જનભાગીદારીના મિલન થકી આ કાર્યક્રમને ચોક્કસ સફળ બનાવી શકાય છે. દિનપ્રતિદિન અસમતુલન થતાં પર્યાવરણમાં વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. 
આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા આગેવાન ડૉ. નિતેન્દ્રસિંહ દેવધરા, શ્રી અનિલભાઈ વસાવા, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, આગેવાન-પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી