હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Published: September 30 2019

ભરૂચઃ(સોમવાર):- હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

     હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે શરૂ થતી પરિક્રમાવાસીઓ માટેની હોડીઘાટનું ખાતમુહૂર્ત તથા વમલેશ્વરમાં ગુપ્તેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત અને સમલી ખાતે ૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ તથા સુગર ફેકટરી પંડવાઈ ખાતે બોઇલર શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત રાજ્યના સહકાર અને હવાલા મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે શાસ્ત્રોક્તવિધિ મુજબ પુજા-અર્ચના કરી કરવામાં આવ્યું હતું. પ્રસંગ દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી હર્ષદભાઈ પટેલ, મહામંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા ગામના સરપંચો આગેવાનો તથા પંડવાઈ સુગર ફેકટરીના વાઈસ ચેરમેનશ્રી અનિલભાઈ પટેલ તથા સુગર ફેક્ટરીના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

ભરૂચઃ(સોમવાર):- ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાનાં પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલીયા, ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકાનાં ખેડૂતમિત્રોની જીવાદોરી સનામ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈનાં ચેરમેનશ્રી અને રાજ્યકક્ષા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન ૨૦૧૯-૨૦ ની તૈયારીનાં ભાગરૂપે સંસ્થાનાં ડીરેક્ટરશ્રી અલ્પેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતિ પારૂલબેન પટેલનાં હસ્તે સંસ્થાનાં બોઈલરનું શાસ્ત્રોક્તવિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું. આગામી સિઝનમાં શેરડીનાં પાકનું ઓછું વાવેતર થયું હોવાથી પંડવાઈ સુગર દ્વારા આશરે ૫.૫ લાખ મે.ટન શેરડીનાં પિલાણનો અંદાજે આંકવામાં આવી રહ્યો છે.

સંસ્થાનાં બોઈલર પ્રદીપનનાં કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, વાઈસ ચેરમેનશ્રી અરવિંદભાઈ પટેલ, ડીરેક્ટરશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી યશવંતભાઈ પટેલ, શ્રી જયદીપસિંહ દેવધરા, શ્રી મહીપતસિંહ વશી, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર શ્રી અમૃતભાઈ પટેલ, ચીફ એન્જીનીયરશ્રી દિલીપભાઈ ચૌધરી, ડીસ્ટીલરી ઈન્ચાર્જશ્રી દશરથભાઈ પટેલ, કોમશીયલ મેનેજરશ્રી મુકેશભાઈ પટેલ, ચીફ કેમીસ્ટશ્રી હિમાંશુભાઈ ટેલર, ચીફ એકાઉન્ટન્ટશ્રી વિરેન્દ્રસિંહ ઠાકોર, સીડીઓશ્રી રાજેશભાઈ પટેલ અને સંસ્થાનાં અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચઃ(સોમવાર):- જિલ્લા રોજગાર કચેરી - ભરૂચ ધ્વારા આજ તા.૨૭//૨૦૧૯ના રોજ જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ - ભરૂચ ખાતે સેકટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજય કક્ષાના સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી દેસાઇ, રોજગાર અધિકારીશ્રી મીનાક્ષીબેન ચૌહાણ, અંકલેશ્વર આઇ.ટી.આઇના પ્રિન્સીપાલશ્રી રાવલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેલ હતા. આ રોજગાર મેળામાં ૪૧થી વધારે એકમો હાજર રહેલ. જેમણે આ મેળામાં ૨૧૯૩ જેટલી વેકેન્સી નોંધાવેલ હતી. રોજગાર મેળામાં ૩૧૨૨ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલ હતું અને ૧૫૬૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી એકમો ધ્વારા કરવામાં આવેલ છે તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં ૩૮૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ અગાઉના ભરતી મેળામાં પસંદગી પામેલ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર અને એપ્રેન્ટીસ એનાયત પત્ર નગરપાલિક - ભરૂચ અને આઇ.ટી.આઇ - ભરૂચ અને અંકલેશ્વર ધ્વારા આપવામાં આવેલ હતા. એમ જિલ્લા રોજગાર અધિકારી - ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

ફોટો ગેલેરી